26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના દિવસે રાજકોટ પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ યોજાવામાં આવ્યો હતો. શહેરના થોરાળા પોલીસ મથક ખાતે આ રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં એક દિવસમાં અંદાજીત 30 જેટલી રક્તની બોટલો એકત્ર કરાઇ હતી. જ્યારે પોલીસ દ્વારા પણ વધુમાં વધુ લોકો રક્તદાન કરે તેવી અપીલ કરાવામાં આવી છે.