રાજકોટ શહેરમાં નિર્માણાધીન મકાન પાસે રહેલ વીજ વાયર અડકી જતા બે જેટલા શ્રમિકોને શોર્ટ લાગ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલી હોટલ ફોર્ચ્યુનની સામે આવેલા ગોકુલનગરમાં બે જેટલા શ્રમિકોને શોર્ટ લાગ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે ઘટના સ્થળ પર જ 39 વર્ષીય મુકેશ પરમાર નામના શ્રમિક નું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે કે અન્ય શ્રમિકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મળતી વિગતો અનુસાર શ્રમિકો દ્વારા બાંધકામ નું કામ કરવામાં આવી રહ્યું હતું તે સમયે વીજતારને અડકી જતા સમગ્ર બનાવ બન્યો છે. મૃતક મુકેશ પરમાર મૂળ ગોંડલના ગુંદાસરા ગામનો વતની હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલાની જાણ સ્થાનિક પોલીસને થતા સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર મામલે હાલ જરૂરી પંચનામાની કાર્યવાહી કરીને મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
વીજ વાયર અડકી જતા બે જેટલા શ્રમિકોને શોર્ટ લાગ્યો,એકનું મોત
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -