રાજકોટના અધ્યાપકે શહેરના આજીડેમ પાસે ભરાતી રવિવારી બજાર પર વિશ્લેષણ કરતું રિસર્ચ પેપર તૈયાર કર્યું છે. જેમાં મહિનામાં માત્ર 4 રવિવાર ભરાતા આ બજારનું અંદાજે 12 કરોડનું ટર્નઓવર હોવાનું સામે આવ્યું છે. અહીં 2,700 જેટલા વેપારીઓ કે જેઓ સેકન્ડ હેન્ડ વસ્તુઓ સસ્તા દરે વેચે છે. જે લોકોને નવી વસ્તુનો જ અહેસાસ કરાવે છે. 7.50 લાખ ફૂટમાં પથરાયેલી આ રવિવારી બજારમાં 40 વર્ષથી વેપારથી ધમધમી રહ્યું છે. અધ્યાપકોનું આ રિસર્ચ પેપર UGC કેર લિસ્ટમાં સ્થાન પામ્યું છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ગ્રીન કેમ્પસ અંગે સંશોધન કરવા માટે અઘ્યાપકની રિસોર્સ પર્સન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. રાજકોટના અધ્યાપક ડો. હિરેન મહેતા કે જેઓ છેલ્લાં 12 વર્ષથી વધુ સમયથી શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા છે અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ 15થી વધુ રિસર્ચ પેપર તૈયાર કર્યાં છે. અધ્યાપકે રાજકોટના રવિવારી બજાર પર સંશોધન કરી રિસર્ચ પેપર રજૂ કર્યું છે. જે UGC કેર લિસ્ટમાં પબ્લિશ થયેલું છે. જમ્મુ કાશ્મીર બાદ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં એવું પ્રથમ સંશોધન છે કે જે રવિવારી પ્રકારના બજાર પર થયેલું છે. ડો. મહેતાએ આ અભ્યાસમાં ગુજરાતના રાજકોટમાં રવિવારી બજારનાં વિવિધ પાસાઓનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કર્યો છે. મુખ્ય હેતુ સમાજના આર્થિક વિશ્લેષણનો અભ્યાસ કરવાનો છે. રવિવારી બજાર નાના વેપારીઓ અને નાના ઉદ્યોગ સાહસિકોને રોજગારી પૂરી પાડે છે.