મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોર્ડ નં.3માં બનાવવામાં આવેલ ભગીની નિવેદીતા ટાઉનશીપને તાજેતરમાં મનપાની ટેકસ બ્રાન્ચે પાણી વેરાના લાખો રૂપિયાના બીલ ફટકાર્યા છે. એક સાથે પાંચેક વર્ષના બીલ ન ભરવા બદલ ટાઉનશીપના નળ કનેકશન કાપી નાખતા આજે વિસ્તારના મહિલા સહિતના લોકો મનપાએ દોડી આવ્યા હતા અને લાચારી વ્યકત કરી હતી. તે બાદ મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે હાલ ફરી નળ કનેકશન જોડી દેવા ખાતરી આપી, અત્યાર સુધીનો પાણી વેરો ભરવો જરૂરી હોવાનું પણ કહ્યું હતું.