રાજકોટ જીલ્લાના ધોરાજી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને તાજેતરમાં જ રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકેની જેમની નિમણૂક કરવામાં આવી છે તેવા લલિત વસોયાએ પોતાના કૉંગ્રેસ છોડવાના સમાચારોને રદિયો આપ્યો છે. સોશિયલ, પ્રિન્ટ અને ઈલેક્ટ્રીક મીડિયામાં લલિત વસોયા પક્ષપલટો કરવાના હોય તેવી વાત ફેલાઈ રહી છે. લલિત વસોયાએ આ સમાચારો પર પ્રતિક્રિયા આપતો વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે આ મને કૉંગ્રેસ પક્ષે વિધાન સભા, લોક સભા ચૂંટણીમાં ટિકિટ આપી છે તેમજ વિધાનસભામાં નાયબ દંડક અને જિલ્લા કૉંગ્રેસ પ્રમુખની જવાબદારી સોંપી છે. કૉંગ્રેસ પક્ષને હું છોડીને જવાનો નથી. કૉંગ્રેસ પક્ષનું મારા પર ઋણ છે તે હું અવશ્ય ચૂકવીશ. હું નબળા સમયમાં કૉંગ્રેસને મદદ કરતો રહીશ વગેરે વાતો જણાવીને તેમણે કૉંગ્રેસ છોડવાની વાતને રદિયો આપ્યો છે.
ભાજપમાં જોડાવવાની વાત વચ્ચે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની સ્પષ્ટતા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -