કોટા શહેરમાં આયોજિત અંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ચંબલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2024 સિઝન 7 માં રાજકોટના સ્કાઈ એનિમેશન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં 4 શોર્ટ ફિલ્મ્સ (રિયલહીરો, ક્રેકદટીમ, લાઇફ ગોજ ઑન, સક્સેસ વિથાઉટ એફોર્ટ) અને 1 એનિમેશન શોર્ટ ફિલ્મ (હુપેક્સ આવરપેરાશૂટ) સબમિટ કરી હતી.વિશ્ર્વભરમાં 82 દેશોમાંથી 1007 ફિલ્મ્સ સબમિટ થઈ હતી અને 142 ફિલ્મ્સ નોમિનેશનમાં આવી હતી. જેમાંથી સ્કાઈ એનિમેશન ઇન્સ્ટિટ્યૂટની 5 શોર્ટ ફિલ્મ્સ પણ સિલેકશન થઈ હતી. બેસ્ટ કોન્સેપ્ટ શોર્ટ ફિલ્મ સ્ટ્રડેન્ટ કેટેગરીમાં “રિયલહીરો” અને “હુપેક્સ આવરપેરાશૂટ” ને અવોર્ડ મળ્યો હતો. જેમાં ડાયરેક્ટર જસ્મીન મહેતા, એડિટર આદિત્ય ચાવડા, જય બગીયા, દેવ ભટ્ટ, દિવ્યેશ ગઢીયા તેમજ ડાયરેક્ટર અને એડિટર વરદ પરમાર છે. ત્યારે સ્કાઈ એનિમેશન ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો અને વિદ્યાર્થીઓએ સીટી ન્યુઝની મુલાકાત કરીને વધુ વિગતો આપી હતી.