રાજકોટમાં ફરી એક વખત ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક સામે આવ્યો છે. શહેરના આજી GIDC વિસ્તારમાં રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને અંદાજીત રૂ.10 લાખની રોકડની ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ કમિશનર અને પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને CCTVના આધારે તપાસ શરૂ કરી છે. આજી GIDCમાં સ્થિત કમાણી એન્ડ સન્સ નામના કારખાનામાં મંગળવારે રાત્રે 3 વાગ્યા આસપાસ ચડ્ડી બનિયાનધારી ગેંગના 4 શખ્સો ત્રાટક્યા હતા અને ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. જ્યારે ઘટના દરમિયાન સિસિટીવી કેમેરામાં ચડ્ડી બનિયાનધારી ગેંગ જોવા મળી રહી છે.
રાજકોટ – આજી GIDCમા કારખાનામાંથી રૂ.10 લાખ રોકડની ચોરી, CCTV
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -