આજકાલ યુવાનોમાં અચાનક વધતા જતા હૃદયરોગનાં હુમલાને કારણે થતા મૃત્યુનું પ્રમાણ આખા ભારતમાં વધી રહ્યું છે. ત્યારે હાલ આરોગ્ય નિષ્ણાતો માટે તે માટે ચિંતાનો વિષય બન્યો છે. જ્યારે ગુજરાતમાં હ્રદયરોગના હુમલાની સંખ્યા વધારે છે અને છેલ્લા ૬ માહિનામાં હૃદયરોગનાં હુમલાનાં બનાવો યુવાનોમાં ૩૦% જેટલુ વધી ગયું છે. ત્યારે રાજકોટની “પ્લેક્સસ હોસ્પીટલ આ બાબતને લઈને અત્યંત ચિંતિત છે. ત્યારે આ માટે હોસ્પિટલ દ્વારા “પ્લેક્સસ સંજીવની કાર્ડિયાક કિટ”નું લોન્ચીંગ કરવામાં આવ્યું છે. જેનું અંદાજીત 700 જેટલા લોકોને નિ:શુલ્ક વિતરણ કરાયું છે. આ કિટની વિશેષતા એ છે કે જ્યારે પણ કોઈને હદયરોગનો દુ:ખાવો જણાય, જેમકે છાતીમાં દુ:ખાવો થવો, ગભરામણ થવુ, પરસેવો વળવો, શ્વાશ રુંધાવો વગેરે ત્યારે એકસાથે આ પાંચ ટેબલેટ પાણી સાથે લઈ લેવી અને સૂઈ જાઇ અને ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર અર્થે જાય તો તેનો જીવ બચી શકે છે.