૨૬મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસે સમગ્ર ભારતમાં ભૂલકાઓથી લઈને યુવાની અને વૃધ્ધો, ભારતના આ રાષ્ટ્રપર્વની ભારતના દરેક લોકો ખુબજ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરતા હોય છે. આવી જ એક ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં સામાજિક સમરસતા મજબુત બનાવવા, દેશમાં પ્રસરેલી ભાગલાવાદી ભાવનાને દુર કરવા અને હમ સબ એક હૈ નો નારી સિદ્ધ કરવા માટે રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા રાજકોટ ખાતે એક ભવ્ય “રાષ્ટ્ર ગૌરવ યાત્રા”નું આયોજન કરવામાં આવેલ છે. આ યાત્રાનું આયોજન રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા કરવામાં આવે છે. જેનો હેતુ સંપૂર્ણપણે બિન-રાજકીય છે. ત્યારે આજે રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા વધુ વિગતો આપવા માટે સીટી ન્યુઝની મુલાકાત લેવામા આવી હતી.