અયોધ્યા ખાતે આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવામાં આવ્યો હતો અને બગવાન રામને મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. જેની દેશભરમાં ઉજવણી કરાઇ રહી છે. એવામાં રાજકોટના સાંગણવા ચોક ઇલેક્ટ્રિક એસોસીએશન દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ હતી. જેમાં વિસ્તારમાં પ્રસાદી વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.