એન્કરઃ લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે દેશ-પ્રદેશ અને રાજકોટ કક્ષાએ પણ જાહેર પ્રચારનું રણશીંગુ ભાજપે ફુંકયું છે. આજથી શહેરના જુદા જુદા વિસ્તારમાં કમળના નિશાન સાથેના વોલ પેઇન્ટીંગ દોરવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે. ગઇકાલે સુરતમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, આજે અમદાવાદ એસ.જી. હાઇવે પર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આ અભિયાન શરૂ કરાવ્યું હતું જેની સાથે રાજકોટમાં મવડી ચોક સહિતના ત્રણ મુખ્ય માર્ગો પર કમળનું નિશાન અંકિત કરવાનું શરૂ કરાયું છે. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા વર્ચ્યુઅલ જોડાયા હતા. જ્યારે કાર્યક્રમ દરમિયાન રાજકોટ ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે 3500 જેટલી જગ્યાએ કમળનું નિશાન અંકિત કરવામાં આવશે.