22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલા બિરાજવાના છે. જેને લઈને અત્યાર થી સમગ્ર દેશમાં જય શ્રી રામનો નાદ ગુંજી રહ્યો છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ ભગવાન શ્રીરામના નામ લઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં આવેલા આશ્રમ જે છેલ્લા 47 વર્ષ એટલે કે 16,944 દિવસ કરતા વધુ દિવસથી અહીંયા સતત રામનું નામ ગુંજી રહ્યું છે. આજ સુધીમાં અહીંયા કરોડો વખત ભગવાન રામનું નામ લેવાઈ ચૂક્યું છે. વર્ષ 2001નો આવેલો ભૂકંપ હોય તો 2020માં આવેલી કોરોનાની વૈશ્વિક મહામારી અહીંયા એક પણ કલાક માટે રામધૂન અટકી નથી. જ્યાં સતત રામ નામ ગુંજતું હોય તે જગ્યામાં શું તાકાત હોય છે તેનો અનુભવ રણછોડદાસજી મહારાજના આ આશ્રમમાં થાય છે. આ આશ્રમ રાજકોટ શહેરના કુવાડવા રોડ ઉપર આવેલો છે. અહીંયા સૌરાષ્ટ્ર સહિત સમગ્ર વિશ્વના લાખો ભક્તોના ગુરુ ગણાતા પૂજ્ય શ્રી રણછોડદાસજી બાપુ દ્વારા રામધુન શરૂ કરાવાઈ હતી ત્યારથી લઈને આજ સુધી અહીંયા સતત રામ ધૂન ચાલી રહી છે.