રેલવે મજદૂર સંઘ દ્વારા ડીઆરએમ ઓફીસ ખાતે નવી પેન્શન નિતીનો વિરોધ કરી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ રેલવે ડીવીઝન ખાતે રેલવે મજદૂર સંઘ દ્વારા સરકારે જાહેર કરેલી નવી પેન્શન નિતી-રીતીનો વિરોધ નોંધાવ્યો હતો અને ભારે સુત્રોચ્ચાર પણ કર્યા હતા. આ સાથે જ મજદૂર સંઘ દ્વારા નવી પેન્શન નિતીનો વિરોધ કરી આ નિતી રદ્દ કરી સત્વરે જૂની પેન્શન પધ્ધતિ લાગું કરવા માંગ કરી હતી. કાર્યક્રમ દરમિયાન રાજકોટ રેલવે ડિવિઝનના મોટાભાગના રેલ કર્મીઓ જોડાયા હતા અને નવી પેન્શન નિતીનો વિરોધ કર્યો હતો.