ઉત્તરાયણના તહેવારના બસ હવે બે દિવસ બાકી છે. એવામાં રાજકોટની પતંગ બજારમાં મંદીનો માહોલ છવાયો છે. જ્યારે વેપારીઓ એવું માની રહ્યા છે કે આ વર્ષે ઉતરાયણના તહેવાર દરમિયાન શનિવાર અને રવિવાર આવી રહ્યો છે. જેના કારણે બે દિવસની રજા મળતી હોવાના કારણે લોકો તહેવાર દરમિયાન બહાર ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે. જેથી મંદીનો માહોલ છવાયો છે. જ્યારે ઉતરાયણનો તહેવાર હોય એવા દિવસે રાજકોટની પતંગ બજારમાં પગ મુકવાની પણ જગ્યાઓ નથી હોતી એવામાં હાલ બજાર ખાલી જોવા મળી રહી છે. બજારમાં પતંગોમાં ભગવાન શ્રી રામની, પીએમ મોદી, સીએમ યોગી આદિત્યનાથની પતંગો જોવા મળી રહી છે. આ પતંગોની માંગ એટલી છે કે હવે આ પતંગો ભાગ્યે જ બજારમાં જોવા મળે છે. આ વખતે પતંગ અને દોરામાં માત્ર 5થી 10 ટકાનો વધારો છે પરંતુ હજુ સુધી બજારમાં ગ્રાહકો જોઈએ એટલા પ્રમાણમાં જોવા નથી મળી રહ્યા.