અયોધ્યામાં સદીઓથી પ્રતિક્ષા પછી રામ લલ્લા ભવ્ય અને દિવ્ય મહાલયમાં ઐતિહાસિક દિને તારીખ 22 જાન્યુઆરીના બિરાજશે તે સુવર્ણઘડીને આનંદ ઉલ્લાસ અને ભવ્ય રીતે ઉજવવા સાંસદ સભ્ય રામભાઇ મોકરિયા પરિવાર તરફથી તારીખ 17-1 થી 24-1 સુધી શ્રી મદ ભાગવત કથા “ભાગવત કે રામ” કથા ભાગવતાચાર્યન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રમેશભાઈ ઓઝાના મધુરકંઠ દ્વારા શ્રવણ કરવાનું આયોજન છે. સોની સમાજના આગેવાનોએ સિટી ન્યૂઝની મુલાકાત લઈ જણાવ્યુ કે આ આયોજનમાં સુચારું વ્યવસ્થા ગોઠવવા દરેક જ્ઞાતી મંડળની જેમ સોની સમાજ પણ જોડાવાનો છે તો આ પગલે સમાજની એક મિટિંગ તારીખ 10-1 ને બુધવારના રોજ શ્રી ભગવાન ભુવન વાડી ખાતે સાંજે 5 થી 7 માં રાખવામા આવી છે. જેમાં સૌ સોની સમાજને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે. સાથે જ આ મિટિંગ બાદ ભજીયાનો અલ્પાહાર રાખેલ છે.