આગામી દિવસોમાં ઉતરાયણનો તહેવાર આવનાર છે. એવામાં રાજકોટ શ્રી યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગઇકાલે પતંગ મહાત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરભરમાંથી મોટા પ્રમાણમાં દિવ્યાંગો ઉમટી પડ્યા હતા અને ગાઉન્ડમાં પતંગ ઉડાવવાની મજા માણી હતી. ત્યારે મિડીયા સાથેની વાતચીતમાં દિવ્યાંગોએ જણાવ્યું હતું કે અમે દિવ્યાંગ હોવાથી ઘરની અગાસી પર ચડીને પતંગ ઉડાવી શકતા નથી માટે આ પ્રકારના આયોજનથી અમને પ્રોત્સાહન મળે છે.