રઘુવંશી સમાજ અંગે બીભત્સ વાણી વિલાસ કરવાનો મામલો આજે વધુ ઉગ્ર બન્યો છે. જેમાં આજે સૌરાષ્ટ્ર કચ્છના રઘુવંશી સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદપત્ર પાઠવાયું હતું. જેમાં તેમણે જણાવ્યું છે કે જામનગરના મનુ ખેતવાણી નામના વેપારીએ ધંધાકીય લેતીદેતી મામલે પોરબંદરના રઘુવંશી સમાજના વેપારીને બીભત્સ ગાળો આપી હતી અને રઘુવંશી સમાજ અંગે ખૂજ જ વાણી વિલાસ કર્યો હતો ત્યારે આ સમગ્ર મામલે સરકાર દ્વારા મનુ ખેતવાણી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે, ઉલ્લેખનીય છે કે ધંધાકીય લેતીદેતી મામલે મનુ ખેતવાણી પોરબંદરના રઘુવંશી વેપારીને મનફાવે તેમ ગાળો આપી હતી અને સામજ વિરુદ્ધ પણ અભદ્ર વાણી વિલાસ કર્યો હતો. જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છમાં રહેતા રઘુવંશી સમાજમાં રોષ જોવા મળ્યો છે.