શહેરમાં ઘરફોડ ચોરીના બે બનાવ બનયા છે. જેમાં રૈયા રોડ પર આવેલા વિમાનગરમાં ભાવનગર જીએસટીના ઇન્સ્પેક્ટરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂા. ૨,૭૦,૦૦૦ની માલમત્તા ચોરી ગયા છે. જ્યારે બીજા બનાવમાં જામનગર રોડ પર પરાસર પાર્કમાં રહેતાં પરિવારના લોકો કુટુંબમાં અવસાન થયું હોઇ તેમની લોકિક ક્રિયામાં ગયા હોઇ રેઢા મકાનને નિશાન બનાવી ચોર રૂા. ૮૮ હજારની માલમત્તા ચોરી ગયા હતાં. જેમાં એક ઘર સતત બંધ રહેતું હતું જેનો સમગ્ર પરિવાર જામનગર રહેતો હતો. જ્યરે બીજા ઘરના લોકો કુટુબમાં કોઈ નું અવસાન થયેલું હતું જેની લોકિક ક્રિયા માં ગયા જ્યથી પરત આવતા ઘરમાં ચોરી થયાનું જાણતા આ સમગ્ર ઘટનાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં પીઆઇ એમ. જી. વસાવાની રાહબરીમાં પીએસઆઇ પી. જે. સોલંકીએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.