રાજ્યમાં હજામ સમાજના લોકો પોતાને આહીર ગણાવતા હવે આહીર સમાજના લાકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઇને રાજકોટ આહિર સમાજના લોકોએ કલેકટર તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું છે કે આહીર સમાજને મળતી અટકનો ઉપયોગ કરી અન્ય સમાજના લોકો દ્વારા પોતાને આહીર બતાવવામાં આવે છે. જેમાં અમદાવાદના જેન્તીભાઈ નામના વ્યક્તિએ હજામ સમાજએ આહીર સમાજનો ભાગ હોવાનું કહ્યું છે. જેને લઇને આ સમગ્ર વિવાદ શરૂ થયો છે. જ્યારે હજામ સમાજના કેટલાય લોકો ખોટા સર્ટિફિકેટના આધારે આહિર બની ગયા છે. તેમજ જો
રાજ્ય સરકાર હજામ સમાજ ઉપર પગલાં નહીં લેતો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.