લોહાણા બિઝનેસ ડેવપલમેન્ટ કમિટી દ્વારા ગાંધીનગર હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 18થી 21 જાન્યુઆરી એલઆઈબીએફ એક્સપો 2024 યોજાનાર છે આ અંગે માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં લોહાણા અગ્રણી અને હોટલ ફર્નના માલિક નીતિનભાઈ રાયચૂરા, લોહાણા અગ્રણી નીતિનભાઈ નથવાણી અને શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ સતિષભાઇ વિઠલાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ એક્સપોમાં સમગ્ર વિશ્વમાંથી ટોચના વ્યવસાયીકો, ઉધ્યોગપતિઓ, મહિલાઓ તથા 30થી વધુ દેશના સરકારી પ્રતિનિધિઓ હાજર રહેશે આ એક્સપોમાં 34થી વધુ ઉધ્યોગોનું વિશાળ પ્રદર્શન એક છત નીચે જોવા મળશે જેથી માત્ર ભારતનું જ નહીં વિશ્વમાં વ્યવસાયોની સમૃધ્ધિ વધશે અને વૈશ્વિક ફલકમાં સંબંધો ડેવલોપ કરવાની તક ઊભી થશે લોહાણા બિઝનેસ ડેવપલમેન્ટ કમિટીના માધ્યમથી ભાગીદારી, આંતરરાષ્ટ્રીય વેપારી નેતાઓ, સરકારી સંસ્થાઓ, અગ્રણીઓ, નિષ્ણાંતો સાથે વિચારો આદાન પ્રદાન કરવાની તક ઊભી કરવામાં આવી છે આ એક્સપોમાં યુરો એક્ઝિમ બેંક, રવિન ગ્રુપ, વિન માર્ટ, ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રકચર, ઇસ્કોન ગ્રુપ, માધવાણી ગ્રુપ, જેવી નામાંકિત કંપનીઓની ભાગીદારી મેળવી છે.
વધુમાં જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાત સાથે જોડાયેલા વિવિધ વ્યવસાયો વચ્ચે આંતર અને કરોડ બોર્ડર વ્યવહારોને વધર્વ પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ રહેલો છે યુગાંડા ખાતે યોજાયેલ એલઆઈએફબી 2023 આફ્રિકા કોલિંગ કોન્ફરન્સની ભવ્ય સફળતા મળી હતી અને અસંખ્ય એમઓયુ હસ્તાક્ષર થયા હતા આ એક્સપો સૌથી મોત ઉધ્યોગો તેમજ નાના સ્ટાર્ટઅપ, મહિલા ઉધ્યોગ અને યુવાનોની આશા પૂરી કરશે આ એક્સપોમાં મોત બિઝનેસ હાઉસ, બેંકો, નાણાકીય સંસ્થાઓ, વિચારશીલ નેતાઓ અને રોકાણકારોનો સમાવેશ થાય છે વિચારોની આપલે કરવા તેમજ રોકાણ અને વેપારની તકો શોધવા આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે એલઆઈએફબી એક્સપો એ સબકા વિશ્વાસ જીતવા વિવિધ ક્ષેત્રોના વિવિધ વ્યવસાયોનો અનોખો મેળાવડો છે આ એક્સપોમાં દેશભરમાં વસવાટ કરતાં લોહાણા અગ્રણીઓ, વેપારીઓને પધારવા સતિષભાઇ વિઠલાણી દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામા આવ્યું છે.