રાજકોટમાં છેલ્લા 15 દિવસથી દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે. વનવિભાગને 15 દિવસથી ફેરવી રહ્યો છે. દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાંથી હવે દીપડો તાલુકા વિસ્તાર સુધી પહોંચી ગયો છે.જેમાં જસદણના ગઢડિયાગામેવાડી વિસ્તારમાં દીપડો દેખાયો જ્યારે ગઈકાલે રાત્રિના રાજકોટ તાલુકાના બેડલાં ગામે એક પાડરૂનું મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. ગામલોકો દ્વારા વન વિભાગને જાણ કરી દીપડાને પાંજરે પૂરવા મદદ માગી છે. ઉલ્લેખનીય છે કે, આ દીપડો ગત 22 ડિસેમ્બર 2023ના રોજ રાજકોટના હાર્દ સમા કાલાવડ રોડ પર રાત્રિના સમયે RPJ હોટલ નજીક રોડ ઓળંગતો જોવા મળ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. ગ્રામજનોની માંગ ઉઠી છે કે હવે દીપડો વહેલી તકે પાંજરે પુરાય.