કેન્દર સરકારના નવા કાયદાના વિરોધમાં દેશભરના ટ્રક ચાલકો દ્વારા હડતાળ પાડવામાં આવી હતી. જેના કારણે યાર્ડો અને ગોડાઉનમાં રાખવામાં આવેલો માલ એમનેએમ યથાવત જોવા મળ્યો હતો. ત્યાર ગઇકાલે મોડી રાતે ટ્રક ચાલકોએ સરકાર સાથે સમાધાન કર્યા બાદ હડતાળ પાછી ખેચી છે. જેના અસર હાલ ડુંગળીના ભાવ પર જોવા મળી રહી છે. એક સમયે એક મણ ડુંગળીના રૂ.100થી 200 મળી રહ્યા હતા. જેના આજે રૂ. 400થી 500નો ભાવ ખેડુતોને મળ્યો હતો.