ગઈકાલે 31 st ની ઉજવણી ઠેર ઠેર જગ્યાએ લોકો દ્વારા કરવામાં આવી રહી હતી. દિવાળી જેવો માહોલ દરેક શહેરમાં જોવા મળી રહ્યા હતા. ત્યારે ગઈકાલે રાજકોટ લવ યુ જિંદગી ગ્રુપ દ્વારા ડીલાઇટ પાર્ટી પ્લોટ ખાતે પ્રથમ વાર 31 st નિમિતે ઉજવણી કરવામાં આવી હતી. જેને પગલે ઘણી સંખ્યામાં રાજકોટ વાસીઓની જનમેદની આ ઉજવણીમાં ઉમટી પડી હતી. અને લોકો દરેક જગ્યાએ ખૂબ આનંદ ઉમંગ અને ઉલ્લાસ સાથે 2023 ને બાય બાય કહી ને 2024નું વેલકમ કર્યું હતું.