કાવી પોલીસ સ્ટૅશન વિસ્તારના ટુંડજ ગામે છેડતીનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું હતું જે મામલે આરોપીને જંબુસર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. ટુંડજ ગામના સુરેશ ડાહ્યાભાઈ વાઘેલા નામના આરોપીને કાવી પોલીસ સ્ટેશન હદ બહાર રહેવાનો હુકમ આપ્યો છે. કોર્ટે આરોપીને કાવી પોલીસ સ્ટેશન વિસ્તારના 33 ગામની હદ બહાર રહેવાનો ઓર્ડર કર્યો છે. ફરિયાદીના વકીલ મકસુદ મલેક. જે.એમ. મિસ્ત્રીની ધારદાર દલીલથી સફળતા મળી છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ.