ગામેગામ જન જન સુધી સરકારી યોજનાના લાભો મળવા પાત્ર લાભાર્થીઓને સો ટકા મળી રહે તે ઉદ્દેશ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા હાલ ચાલી રહી છે. જે અન્વયે લોધીકાના પારડી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાના ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંત્રી અને મહાનુભાવોના વરદ હસ્તે ડી.એમ. એફ અંતર્ગત ગામોના કુપોષિત બાળકોને કીટ વિતરણ, ગામની આંગણવાડીના શ્રેષ્ઠ કાર્યકરોને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરાયું હતું. અન્નપૂર્ણા, ઉજવલા યોજના લાભાર્થીઓને કીટ વિતરણ કરાઈ હતી. પારડી ગામે મંત્રી દ્વારા ગાર્બેજ કલેક્શન માટે ગ્રામ પંચાયતને ઇ- રિક્ષાને લીલી – ઝંડી આપી અર્પણ કરાઈ હતી.