ગુજરાતમાં અકસ્માતની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના 150 ફિટ રીંગ રોડ પર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં બાલાજી હોલ પાસે કાર BRTS ની રેલિંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો જે અકસ્માતમાં કોઈ ઇજા નહીં થઈ પરંતુ કાર ચાલાકે કાબુ ગુમાવતા BRTSની રેલિંગ સાથે કાર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો.