રાજકોટમાં સતત છેલ્લા ઘણા દિવસોથી દીપડાના દેખા થયા છે. યુનિવર્સિટી કણકોટ જેવા વિસ્તારમાં દીપડાના દેખાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં વન વિભાગે પાંજરુ મુક્યું છે. યુનિવર્સીટીના મિયાવાકી ગાર્ડનમાં 6 દિવસ દીપડો પહેલા દેખાયો હતો. ત્યારબાદ યુનિવર્સીટી પાસે આવેલ મુંજકા ગામમાં પણ દીપડો દેખાયો હતો. દીપડાઓ દેખાતા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓમાં અને આસપાસ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનું સિક્યુરિટી તંત્ર કોઈ અનહોની ન બને તે માટે સતર્ક થયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સવારે અને સાંજે વોકિંગ કરવા ઉપર પ્રતિબંધ મુકાયો છે.