રાજકોટનો યુવાન 300 ગરીબોને ભોજન પૂરું પાડવામાં આવે છે. સદાવ્રત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ ઉત્તમ સેવા કરવામાં આવી રહી છે. નિયમિત સાંજે ગરીબોને અલગ-અલગ ભોજન આપે છે. આ અંગે માહિતી આપતા વિશાલ ભટ્ટ દ્વારા જણાવ્યું હતું કે, ભજન અને ભોજન મારા ગુરુએ કીધું હતું બસ , ભુખ્યાને ભોજન આપવાની આ ઉત્તમ સેવા કરું છું. આનાથી મોટી કોઈ સેવા નથી. જેમના હું ઋણી છુ
સવારે હું ઘરે-ઘરે દૂધ આપવાની નોકરી કરું જે સવાર થી બપોર સુધી કામ ચાલુ રે બપોરે પરિવાર જમવાનું બનાવીને સાંજે 5 વાગે આપવા નીકળી જાવ છુ જે 300 લોકોના ઘરે પહોંચાડી આપું,દરરોજ અલગ-અલગ વસ્તુ જમવાનું આપું છુ. અપંગ ,માત્ર દીકરી હોઈ અને તે સાસરે હોઈ તેનું કોઈ ના હોઈ તેમને ,ઝૂંપડપટ્ટી આપવા જાવ છુ. આવા સરાહનીય કામગીરી રાજકોટમાં થાય છે.