તાજેતરમાં વાંકાનેર નજીક નકલી ટોલનાકાનું કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં સીદસર ઉમિયાધામનાં પ્રમુખ જયરામ પટેલનાં પુત્ર અમરશીભાઈની સંડોવણી ખુલતા પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે આ તકે જેરામ પટેલે રાજીનામું આપી દેવું જોઈએ તે પ્રકારની માગ પાટીદાર સમાજમાં ઉઠી છે. આ તકે રાજકોટ આવેલા SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું કે, મોરબીમાં નકલી ટોલનાકા મામલે ઉમિયાધામના જેરામ પટેલના પુત્ર અમરીશ પટેલનું નામ હોય તો તેના પુત્રને સજા થાય પરંતુ, પુત્રની સજા પિતાને ન થવી જોઇએ. કારણ કે, ઉમિયાધામ ટ્રસ્ટ માટે લાલજી પટેલે પોતાનું લોહી રેડ્યું છે. જેથી, જેરામ પટેલે રાજીનામુ ન આપવું જોઈએ. સરદાર પટેલ તેમની સાથે છે.
બોગસ ટોલનાકા મામલે લાલજી પટેલનું નિવેદન, કહ્યું – ‘પુત્રની સજા પિતાને ન થવી જોઇએ’
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -