રાજકોટમાં કણકોટ ખાતે આવેલ કૃષ્ણનગરની સીમમાં દીપડો દેખાયો હોવાનું સામે આવ્યું છે. કૃષ્ણનગરના સ્મશાનમાં ગઈ કાલે 4:30 વાગ્યાની આસપાસ સ્મશાન અંદર આવેલ ઝાડ પાસે એક સ્થાનિકને દીપડો દેખાયો હતો. દીપડાને જોયા બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. દીપડો દેખાતા જ સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી અને વનવિભાગે સ્મશાનની બહાર પાંજરું મૂક્યું હોવાનું સામે આવ્યું છે. દીપડો વહેલી તકે પકડાય તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.
1 દિવસ પહેલા દીપડો મુંજકાના નર્સરીમાં દેખાયો હતો. જયારે એક અઠવાડિયા પહેલા દીપડો વાગુદડ અને ખીરસરામાં પણ દેખાયો હોવાનો સ્થાનિકો દ્વારા દાવો કરાયો હતો. મોટો સવાલ ક્યારે વન વિભાગને સફળતા મળશે. ક્યારે દીપડા ને રેસ્ક્યુ કરી પાછો જંગલ વિસ્તારમાં મુકવામાં આવશે અને શું વન વિભાગના કામગીરીમાં કોઈ કચાસ છે જેવા અનેક સવાલ લોકોના મનમા ઊભા થાય છે.