રાજકોટમાં ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.રાજકોટમાં ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. શહેરના કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અચાનક રિક્ષા વચ્ચે આવી જતા ડમ્પર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પિતા-પુત્રનું સ્થળ પર મોત થયુ જ્યારે અન્ય ચાર લોકોને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકના જામના દ્રશ્યો સર્જાયા હતા. 44 વર્ષીય પ્રવીણભાઈ ગરસોંધિયા અને 18 વર્ષ પુત્ર મયંક ગરસોંધિયાનું મૃત્યુ થયું છે. જ્યારે કે પતિ પત્ની સહિત ચાર અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બનાવની જાણ થતા તાત્કાલિક અસરથી 108 ની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારે બનાવ બાબતે બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરવામાં આવી છે.
રાજકોટમાં ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત, પિતા-પુત્રનું ઘટના સ્થળે જ મોત
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -