રાજકોટમાં ચાલી રહેલી DI પાઈપલાઈન માટેની કામગીરીને સતત વેગ આપવામાં આવી રહ્યો છે, ત્યારે આજે રાજકોટનાં વોર્ડ નંબર-13માં 38.38 કરોડના ખર્ચે થનાર કામગીરીનું કેબિનેટ મંત્રી ભાનું બાબરીયા અને રાઘવજી પટેલનાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર અને જિલ્લામાં પાણીની સમસ્યા ખૂબ વિકટ હતી. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌની યોજનાથી નર્મદાનાં પાણી પહોંચાડતા હાલ ઘરે-ઘરે નલ સે જલ શક્ય બન્યું છે અને પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. જેમાં વોર્ડ નં. 13ના બાકી રહેતા વિસ્તારોમાં 38.38 કરોડના ખર્ચે કુલ 116.64 કી.મી. લંબાઈમાં પાઈપલાઈન નાખવામાં આવશે. જેને લઈને સ્થાનિકો માટે પીવાના પાણીની સુવિધા સરળ બનશે અને પાણી માટેની કોઈ મુશ્કેલી આ વિસ્તારનાં લોકોને રહેશે નહીં.