રાજકોટ માલધારી સમાજના આગેવાન અને કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષએ હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો છે. માલધારી આગેવાન રણજીત મુંધવાએ રાજકોટમાં ઢોર ડબ્બાઓમાં ગાયો સહિત ઢોરના મોત થતાં હોવાનો આક્ષેપ સાથે પત્ર લખ્યો છે. તેણે રાજકોટના ઢોર ડબ્બાઓમાં દરરોજ 10થી 15 પશુઓના મોત થતાં હોવાનો આક્ષેપ પત્રમાં કર્યો છે. તેના દ્વારા ગૌ પ્રેમી રાજ્યપાલને પણ રજૂઆત કરવમાં આવી છે. હાઈકોર્ટમાં અધિકારીઓ દ્વારા ખોટા પુરાવા રજૂ કરી લુલો બચાવ કરવામાં આવતો હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો અને મુખ્યમંત્રીને સાથે રાખીને કમિટી બનાવવાની રાજ્યપાલને પણ રજૂઆત કરી છે. પત્રમાં વધુ લખ્યું છે કે પહેલા પકડાયેલા પશુઓને સાચવવા માટે યોગ્ય વ્યવસ્થા સરકાર કરે,ત્યારબાદ માલધારીઓને અલટીમેટમ આપે તેવી રજૂઆત કરી છે.