રાજયની સેન્ટ્રલ અને સબ જેલોમાં સજા પામેલ પાકા કામના કેદીઓને જેલમાં માનસ પરીવર્તન અને સુધારણા પ્રવૃતીના ભાગરૂપે અને જેલમુકત થયા બાદ તેઓ સમાજમાં પુનઃવસન પામી શકે અને તેમનામાં રહેલા કૌશલ્યનો વિકાસ થાય તે માટે કેદીઓને સોંપવામાં આવતી વીવીધ કામગીરીના બદલામાં દૈનીક વેતન ચુકવવામાં આવે છે. કેદીઓને મળતા આ વેતનનો દર ખુબ નજીવો હતો. ત્યારે કેદી કલ્યાણ અને પુનઃવસન માટે જેલ વિભાગે આ વેતનનો દર વધારવા રજુઆત કરી હતી જેને સરકારે માન્ય રાખી તાજેતરમાં જેનાં પાકા કામના કેદીઓના વેતનમાં વધારો જાહેર કર્યો છે.જેમાં બિનકુશળ કેદીઓ માટે ૭૦ રૂપિયા, અર્ધકુશળ કેદીઓ માટે ૮૦ રૂપિયા અને કુશળ કેદીઓ માટે ૧૦૦ રૂપિયા મુજબ માનદ વેતન ચૂકવવામાં આવતું હતું. જેમાં સુધારો કરી બિનકુશળ કેદીઓ માટે ૧૧૦ રૂપિયા, અર્ધકુશળ કેદીઓ માટે ૧૪૦- રૂપિયા, અને કુશળ કેદીઓ માટે ૧૭૦ રૂપિયા કરવામાં આવ્યા છે.