અડદિયા શબ્દ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે.તેમાં પણ હાલમાં શિયાળો ચાલી રહ્યો છે. આ સિઝનમાં આપણા ગુજરાતની એક જેલમાં બનતા અડદિયા ખુબ પ્રખ્યાત છે. અને દર વર્ષે લાખો રૂપિયાના અડદિયા કેદીઓ બનાવીને વેચાણ કરે છે. રાજકોટની મધ્યસ્થ પોપટપરા જેલમાં રાજકોટની જેલના કેદીઓ છેલ્લા ઘણા વર્ષથી રાજકોટવાસીઓને ફરસાણની સ્વાદિષ્ટ વાનગી પીરસી રહ્યા છે ત્યારે જેલના કેદીઓની વધુ એક વાનગી રાજકોટિયનના દાઢે વળગી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજકોટ જેલના કેદીઓ શિયાળામાં અડદિયાં બનાવી વહેંચી રહ્યાં છે.માત્ર રાજકોટ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રભરમાં તેમનાં અડદિયાં વેચાય છે અને વખણાય છે. ફક્ત એટલું જ નહીં પરંતુ જેલના કેદીઓ દ્વારા ગાંઠિયા, મીઠાઈ સહિતની વાનગીઓ પણ બનાવાઈ રહી છે જે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની સ્વાદરસિક જનતાના દાઢે વળગ્યો છે.દર વર્ષે શિયાળાની ઋતુમાં જેલના કેદીઓ દ્વારા અડદિયા બનાવીને વેંચાણ કરવામાં આવે છે. અડદિયા 10 વર્ષથી કેદીઓ બનાવી રહ્યા છે. કેદીઓ ભાઈઓ દ્વારા દરરોજ 150 થી 200 કિલો અડદિયા બનાવવામાં આવે છે જેનું વહેંચાણ જેલની કેન્ટીનમાં કેદી ભાઈઓ માટે તેમજ જાહેર જનતા માટે જેલના બહાર ગેટ પાસે આવેલ સેલ રૂમમાં કરવામાં આવે છે. જેલમાં 26 જાતની આઈટમ કેદીઓ બનાવે છે. ગયા વર્ષમાં અડદિયાનું ઉત્પાદન 3373 જેટલું થયું હતું. અને આ વર્ષ 20 ડિસેમ્બર સુધીનું 4,43,100 સુધીનું થયું છે.