રાજકોટ શહેર પોલીસ દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર ખાસ વોચ રાખવામાં આવી રહી છે ત્યારે શહેર પોલીસે એક વર્ષમાં 615 કેસમાં પકડેલા 2.68 કરોડના દારૂનો વર્ષના અંતે નાશ કર્યો હતો ડીસીપી સજ્જનસિહ પરમારએ માહિતી આપતા જણાવ્યું હતું કે ઝોન 1 દ્વારા 274 કેસો કરી 1 કરોડ 16 લાખની કિમતનો 45000 બોટલ કબજે કર્યો હતો જ્યારે ઝોન 2 દ્વારા 261 કેસો કરી 37 લાખની કિમતની 12320 બોટલ દારૂ કબજે કર્યો હતો આ ઉપરાંત ક્રાઇમ દ્વારા 1 કરોડ 14 લાખની કિમતનો 29000 બોટલ દારૂ પકડવામાં આવેલ હતો તે તમામ જથ્થર ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો 31 ડિસેમ્બર પૂર્વે દારૂનો નાશ કરતાં સોખડામાં દારૂની નદીઓ વહેતી થઈ હતી.