લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ઘણી હલચલ જોવા મળી રહી છે. ગુજરાત આપ અને કોંગ્રેસના એક-એક ધારાસભ્યએ પોતાનું રાજીનામું આપીને ભાજપમાં જોડાવવાની વાત કરી છે. ત્યારે આપ અને કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ રાજીનામું આપી શકે તેવી અનેક અટકળો પણ લગાવવામાં આવી રહી છે. જે વચ્ચે રાષ્ટ્રીય કોંગ્રેસના સેક્રેટરી અને સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી બી.એમ. સંદીપ રાજકોટની મુલાકાતે આવ્યા છે ત્યારે આજે રાજકોટ જિલ્લા પ્રમુખની જવાબદારી લલિત વસોયા ને સોંપવામાં આવશે. રાજકોટના સર્કિટ હાઉસ ખાતે રાજકોટ જિલ્લા અને શહેર કોંગ્રેસની બેઠક યોજાઈ જેમાં આગામી લોકસભાની ચૂંટણીની રણનીતિને લઈને બેઠક યોજાઈ હતી. જેમાં લલીત વસોયા જણાવ્યું કે આજે જયારે રાજકોટ જિલ્લાના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવશે ત્યારે હું અને મારી જિલ્લાની ટીમ ખેડૂત હિતના કાર્યો કેમ આગળ વધે તે માટે કાર્યો કરશું. આ સાથે ગ્રામ્ય સ્તરે કોંગ્રેસને મજબુતી થી આગળ વધારશું.