ગુજરાત અને દેશની બહાર મરચાની માગ વધુ રહે છે. ત્યારે માર્કેટ યાર્ડમાં મરચાની મબલક આવક થઈ છે. માર્કેટિંગ યાર્ડ બહાર મરચાના વાહનોની લાંબી કતારો લાગી છે. આજે કુલ 25થી 30 હજાર જેટલી મરચાની ભારીની આવક થઈ છે. આ કાતિલ ઠંડીમાં પણ તેઓ લાઈનમાં ઊભા રહ્યાં હતાં. મરચાના ભાવ સારા ન મળતા ખેડુતોમાં નિરાશા જોવા મળી છે. વરસાદી વિઘ્ન વચ્ચે પણ ખેડુતો દ્વારા મરચાનું મબલક ઉત્પાદન થયું છે. ગત વર્ષ કરતાં ઓછો ભાવ મળતાં ખેડુતોમાં રોષ જોવા મળ્યો હતો. રાજકોટ મરચાંની ખરીદી માટે રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્રથી વેપારીઓ પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદી કરવા માટે પહોંચ્યા.
રાજકોટ માર્કેટ યાર્ડમાં મરચાથી ઉભરાયું, ૨૫૦૦૦ મરચાની આવક
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -