રાજકોટના જંગલેશ્વર વિસ્તાર તેમજ નીલકંઠ પાર્ક વિસ્તારમાં રખડતાં શ્વાનોનો આતંક સતત યથાવત્ છે. પખવાડિયા જેટલા ટૂંકા સમયમાં હિંસક બનેલા શ્વાનોએ 3 બાળકો પર હુમલો કર્યાની ઘટના સામે આવી હતી. શનિવારે પણ વધુ એક 8 વર્ષના બાળક પર 6 જેટલા શ્વાનના ટોળાએ હુમલો કર્યાની ઘટનાથી સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી હતી. જે બાદ સ્થાનિકોએ જાતે શ્વાન પકડવાનું શરૂ કર્યું હતું. જોકે, આ યોગ્ય નહીં હોવાથી કોઈ હિંસક શ્વાન ધ્યાનમાં આવે તો તંત્રને જાણ કરવાની અપીલ મનપાના વેટરનરી અધિકારી ડૉ. ભાવેશ જાકાસણીયાએ કરી હતી.