જંબુસર બીએપીએસ મંદિર લીમજ રોડ ખાતે, “સંત શિરોમણી રૈદાસ અને ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ સંચાલિત”, જંબુસર તાલુકા રોહિત સમાજ આયોજિત, અવાહિત યુવક- યુવતીઓનો પરિચય પસંદગી મેળો ધારાસભ્ય વડગામ જીગ્નેશ મેવાણીના અધ્યક્ષ સ્થાને યોજાયો. અનુસૂચિત જાતિ સમાજના યુવા અગ્રણી અને લડવૈયા નેતા જીગ્નેશ મેવાણીના કરકમલો દ્વારા દીપ-પ્રાગટ્ય અને મહેમાનોને પુષ્પગુચ્છ તેમજ સાલ ઓઢાડી સન્માનિત કરાયા. તેમજ જંબુસર તાલુકા રોહિત સમાજ દ્વારા જીગ્નેશભાઈ મેવાણી ને “રોહિત રત્ન “એવોર્ડ થી સન્માનિત કરી બિરદાવવામાં આવ્યા હતા આ ભવ્ય પ્રસંગે વિસ્તારના માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, સ્વ. અહેમદ મહંમદ પટેલના પુત્ર ફૈઝાન પટેલ, સંસ્થાના ઉપપ્રમુખ વલ્લભભાઈ રોહિત, સહિત આયોજકો, કમિટી સભ્યો, સમાજના અગ્રણીઓ, ભાઈ બહેનો સહીત 90યુવક યુવતીઓ પસન્દગી મેળામાં ઉપસ્થિતિ રહ્યાના સમાચાર સાંપડ્યાછે.
રિપોર્ટર : મનીષ પટેલ જંબુસર