રાજકોટ જીલ્લા કલેકટર પ્રભાવ જોશી દ્વારા આજ રોજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, કેન્દ્ર સરકારના કેબીનેટ સેક્રેટરીએ આજે બપોરના રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી સહિતના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ આયોજિત કરી પી.એમ. ગતિશકિત યોજના હેઠળ સમાવિષ્ટ રાજકોટ-કાનાલુસ બ્રોડગેજ ડબલીંગ રેલવે લાઇન તથા એઇમ્સના પ્રોજેકટની કામગીરીની સમીક્ષા કરી હતી.જે અંતર્ગત રાજકોટ-કાનાલુસ બ્રોડગેજ ડબલીંગ રેલવે લાઇનના પ્રોજેકટ અંગે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા આ પ્રોજેકટ માટે જમીન સંપાદનની કામગીરી કે જે એક વરસના બદલે માત્ર છ માસમાં પૂર્ણ કરી દીધી છે.કરોડોના આ પ્રોજેકટ માટે 13 ગામોની સંપાદિત કરાયેલ જમીનનો કબ્જો પણ રેલવે તંત્રને સોંપી દેવામાં આવેલ છે. જેમાં સંપાદિત સરકારી જમીન પર આ પ્રોજેકટનું કામ પણ રેલવે વિભાગ દ્વારા શરૂ કરી દેવાયું છે.આ પ્રોજેકટમાં માત્ર 21 કિસ્સામાં વારસાઇ જમીનના મુદે વિવાદ થતા આસામીઓએ પેમેન્ટ લીધા નથી તેઓને નોટીસ ફટકારી દેવામાં આવી છે.કલેકટર પ્રભવ જોષીએ વધુમાં જણાવ્યું હતું કે એઇમ્સ પ્રોજેકટની કામગીરી પણ ગતિશીલ છે. એઇમ્સને જોડતા પુલ પર બ્રીજ નિર્માણની કામગીરી ઝડપભેર આગળ વધારાશે જેમાં મોરબી રોડ પર ચાલુ માસના અંત સુધીમાં બ્રીજની નિર્માણ કામગીરી પૂર્ણ કરી દેવાશે એઇમ્સને ચાલુ માસના અંતમાં પૂર્ણરૂપે ધમધમતા કરવા આરોગ્ય વિભાગનો લક્ષ્યાંક છે.આ ઉપરાંત હિરાસર એરપોર્ટ પાસે ફલાયઓવર બ્રીજનું નિર્માણ કરવામાં આવનાર છે. આ ફલાયઓવર બ્રીજ માટે ફલાય ઓવર બ્રીજ માટે ફોરેસ્ટ વિભાગ પાસેથી કલીરીયન્સ સર્ટી. મેળવવાની કામગીરી પણ અંતિમ તબકકામાં છે.