રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ડુંગળીની હરાજી બંધ થતા જગતનો તાત મૂંઝાયો છે…કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી નિકાસ બંધ કરતા ભાવમાં 50 ટકા જેટલો ઘટાડો થયો છે..જેને લઇ આજે રાજકોટ સહિત રાજ્યના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રાખવામાં આવી છે. બીજી બાજુ કેન્દ્ર સરકાર દ્વારા અચાનક ડુંગળીની નિકાસ બંધ કરી દેતા વેપારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે અને તેમને પણ લાખોનું નુકસાન ભગોવાનો વારો આવ્યો છે. ડુંગળીના અશોકભાઈ વેપારીએ જણાવ્યું હતું કે થોડા દિવસો ખેડૂતોનો જે માલ લીધેલો છે. 500 થી 600 રૂપિયામાં ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદી કરી હતી. પરતું કેન્દ્ર દ્રારા અચાનક ડુંગળીની નિકાસ બંધ કરતાં વેપારી હાલ ડુંગળીના ભાવ 350 થી 300 રૃપિયા થઈ જવાના કારણે ખેડૂતો સાથે વેપારી પણ મોટા પ્રમાણ નુકસાન જવાની ભીતિ જોવા મળી રહી છે. હાલ તો રાજકોટ સહિત રાજ્ય ભરના માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ કરવામાં આવી છે. જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહી કરવામાં આવે ત્યાં સુધી માર્કેટીંગ યાર્ડમાં હરરાજી બંધ રાખવામાં આવશે…ખેડૂતો પોતાની ડુંગળી વેચવા માટે તૈયાર નથી એક સાથે જ મોટા પ્રમાણમાં ભાવ ઘટાડો થતાં કોઈપણ ખેડૂતો ડુંગળી વેચવા માટે પણ તૈયાર થતું નથી…માણેકવાડાના ખેડૂત પ્રવીણભાઈ વસોયાએ વાતચીતમાં જણાવ્યું હતું કે હું પહેલા ડુંગળી લઈને આવ્યો હતો ત્યારે મને 500 થી 600 રૂપિયા મળ્યા હતા. હાલો ફરી બીજી વખત ડુંગળી લઈને આવ્યો છું તો મને 300 થી 350 રૂપિયા પણ મળતા નથી અને કોઈ પણ વેપારી ડુંગળી લેવા માટે તૈયાર નથી. જો આ ડુંગળી બે થી ત્રણ દિવસ એમનેમ પડી રહેતો ડુંગળી કોઈપણ વેપારી લેવા ત્યાર થશે નહીં. ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા કોઈપણ નિર્ણય વહેલો કરવામાં આવે બાકી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવશે.