જસદણ અને વિછીયામાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન કમિટીની મીટીંગ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં મળી હતી જેમાં 151 દીકરીના સમૂહ લગ્ન આગામી બીજી ફેબ્રુઆરી 2024ના રોજ અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે યોજાશે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં જોડાવા માટેના ફોર્મ જસદણ શહેરમાં આવેલ કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા સાહેબના જન સંપર્ક કાર્યાલયથી તારીખ 11 ડિસેમ્બરના રોજ મળશે તેમજ વિછીયા ખાતે આવેલ જન સંપર્ક કાર્યાલયથી ફોર્મ મેળવી શકાશે તેમજ આટકોટ સાણથલી કમળાપુર ભાડલા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નના ફોરમ મેળવી શકાશે આ આયોજનમાં જસદણ અને વિછીયા પંથકમાં આવેલ સર્વ જ્ઞાતિ આગેવાનોની સહમતિ તેમજ જસદણ અને વિછીયા પંથકમાં દરેક સમાજમાં સમરસતાનું વાતાવરણ ઊભું થાય અને દરેક સમાજમાં ભાઈચારો વધે તેવો હેતુ રહેલો છે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં જે કોઈ બાળકોએ માતા-પિતાની છત્ર છાયા ગુમાવી છે તેવા નિરાધાર યુગલોને પ્રથમ પ્રાધાન્ય સમૂહ લગ્નમાં આપવામાં આવશે
રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ