નાની ઉંમરમાં હદયરોગના હુમલાથી મોતનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે IMA દ્વારા જાગૃતિ સેમિનારનુ આયોજન આજરોજ હેમુ ગઢવી હૉલ ખાતે કરાયુ છે જેમાં પદ્મશ્રી ડો. તેજસ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સેમિનારમાં હૃદયની રચના, કાર્યપધ્ધતિ તથા વિવિધ રોગોની વીડિયો દ્વારા સચોટ સમજ આપવામાં આવી હતી તેમજ હૃદયરોગ સંબંધી સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું શરીરમાં કોઈ પણ અન્ય ઓર્ગનમાં તકલીફ આવે તો તે સીધી અસર હ્રદય પર પડી શકે છે જેથી કાર્ડિયાક અરેસ્ટ આવે તે સહિતની માહિતી પ્રેઝેન્ટેશનથી લોકોને સમજાવવામાં આવી હતી આ તકે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના નામાંકિત હાર્ટ સ્પેશ્યાલિસ્ટ તબીબો હાજર રહ્યા હતા અને સમાજ ઉપયોગી માહિતી આપી હતી