દાહોદના માણેક ચોક નજીક પાન ગુટકાનો ગલ્લો આવેલ છૅ જ્યાં એક કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ગુટકાની લારી પર ઉભેલા બે યુવકોને જોસભેર રીતે ટક્કર મારી હતી જેમાં બન્ને યુવકોને શરીરે હાથ પગે ગંભીર ઈજાઓ થવા પામી હતી અકસ્માત તથા વિસ્તારમાં અફરા તફરી મચી જવા પામી હતી અને અકસ્માત થતાં દોડી આવેલા લોકોએ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્ને યુવકોને સારવાર માટે હોસ્પિટલ લવાયા હતા જ્યાં હાજર તબીબો દ્વવારા તેઓની તાત્કાલિક સારવાર હાથ ધરી હતી અકસ્માતની જાણ દાહોદ એ ડિવિઝન પોલીસને થતાં દોડી આવી કાર્યવાહી કરી હતી
રીપોર્ટ કિશોર ડબગર દાહોદ