રાજકોટ કલેકટર કચેરી-જન સેવા કેન્દ્ર સહિત શહેરના વિવિધ વિભાગોની સરકારી કચેરીઓ આજે બીજા શનિવારે રાબેતા મુજબ ચાલુ રહેવા પામી હતી. જોકે અરજદારો આ અંગે અજાણ હોય સરકારી કચેરીઓમાં ઉડે ઉડેનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે અહીં એ ઉલ્લેખનીય છે કે, દિપાવલીના તહેવારોની રજામાં ધોકાના દિવસની સરકારી કર્મચારીઓને રજા આપીને આજે બીજા શનિવારે સરકારી કચેરીઓ ચાલુ રાખવા માટે એડજસ્ટમેન્ટ કર્યું હતું. જોકે અરજદારો આ અંગેથી અજાણ રહ્યા હતા. જેના પગલે જુની-નવી કલેકટર કચેરીઓ અને જન સેવા કેન્દ્રો આજે અરજદારો વગર સુમસામ ભાસતા રહ્યા હતા. જુની કલેકટર કચેરીના વિવિધ વિભાગોમાં કર્મચારીઓના ટેબલખુરશી પણ ખાલી ખમ જોવા મળ્યા હતા.
રાજકોટમાં કલેકટર સહિતની સરકારી કચેરીઓ આજે બીજા શનિવારે પણ ચાલુ છતાં અરજદારો અજાણ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -