સુરતના પાંડેસરા વડોદ આવાસ પાસે આવેલા આકાશ દર્શન સોસાયટીના એક ઘરમાં રહેતો યુવક તેની પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ગયા હતા. ત્યારે અજાણ્યા ઈસમો ઘરના દરવાજાના નકુચા તોડી ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ 3.71 લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો.દરમિયાન પાંડેસરા પોલીસના સ્ટાફને માહિતી મળી હતી કે ચોરી કરનારા આરોપીઓ પાંડેસરા વડોદ આવાસની પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં ઝાંડી ઝાંખરામાં દાગીના અને ચોરીના રૂપિયાનો ભાગ પાડવા માટે ભેગા થયા છે. પોલીસે ત્યાં દરોડો પાડ્યો પાડી મૂળ મહારાષ્ટ્રના ધુલિયાના વતની અને હાલમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા કરણ રાજુભાઈ અંબાલાલ તિરમલે, ગોડાદરા ત્રણ રસ્તા પાસે રહેતા રાહુલ લાલભાઈ દીપકભાઈ રાવલ, મૂળ મહારાષ્ટ્રના અને હાલમાં ભેસ્તાન વિસ્તારમાં રહેતા રાજ દિનેશ મંગલ કાપુરે તથા એક કિશોરને ઝડપી પાડ્યા હતા.પોલીસે આરોપી કરણ રાજુભાઈ તિરમલે પાસેથી 2.15 લાખ, રાહુલ રાવલ પાસેથી 2.20 લાખ, રાજ કાપુરે પાસેથી 2.75 લાખ તેમજ કિશોર પાસેથી 2.21 લાખના દાગીના જપ્ત કર્યા હતા. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં તેઓએ વડોદ ગામ આકાશ દર્શન સોસાયટીના રહેણાંક મકાનમાં રાત્રી દરમિયાન ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી.
રિપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત