રાજકોટની ગિરનાર સોસાયટી, પટેલ પાર્ક શેરી નં. 1,2,3ની મહિલાઓ 25 વર્ષ થી રસ્તાઓ નું કામ ન થતાં રોષે ભરાઈ હતી જેથી તેઓ RMC ખાતે રજૂઆત કરવા પહોંચી હતી. ત્યારે મીડિયા સાથે વાત ચિત કરતાં મહિલાઓએ જણાવ્યું હતું કે ઘણી વખત રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી તેમજ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ચુંટણીના સમયે સરકારી કર્મચારીઓ દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ મત મળ્યા બાદ 20 વર્ષ થી તંત્ર દ્વારા તે વિસ્તારમાં કામગિરિ કરવામાં આવી નથી