મંડોર- વાંકાનેર રૂટની એસ.ટી. બસ ગોધરા બસ સ્ટેન્ડમાં સમયથી મોડી પહોંચતા મેસેન્જર હીનાબેન ગોહિલ ને બસના કંડકટર સાથે બોલાચાલી થઈ હતી. જેને લઈ ને બસ ચોટીલા પહોંચી તે દરમિયાન ફરી બબાલ થઈ હતી. જે અંગે એસ.ટી. કંડકટર જીતેન્દ્રસિંહ જયસિંહ ઝાલા એ ચોટીલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ચોટીલા -રાજકોટ નેશનલ હાઈવે રોડ ઉપર ચોટીલા એસટી પીકપ સ્ટેન્ડમાં હીનાબેન અજીતસિંહ ગોહિલ અને ધવલભાઈ જયસુખભાઈ અડીયેચા બંને લોકોએ ચાલુ કંડકટર ની નોકરી ધરાવતા જીતેન્દ્રસિંહ જયસિંહ ઝાલા સાથે ગેરવર્તન કરીને માર માર્યાની ફરિયાદ ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાય છેતેમજ આરોપી હીનાબેન પોલીસમાં ન હોવા છતાં પોલીસમાં હોવાનું કહેલ તેમજ આરોપી ધવલકુમાર હડીયેચા એ એસીબી માં હોવાનું ખોટી ઓળખ આપી તેમજ ફોરવીલ માંથી ધોકો કાઢી કંડકટરને મારવા દોડી જાનથી મારી નાખવાની ધમકી એમ જ હથિયારબંધીનો જાહેરનામાના ભંગની ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે જ્યારે હીનાબેન તેમજ ધવલ કુમારે જણાવેલ કે અમો લોકોએ પોલીસમાં હોવાની કોઈ પણ ઓળખ આપેલ નથી તેમજ ગોધરા બસ સ્ટેન્ડ મા બસ મોડી આવી હોવાથી વારંવાર ઇન્કવાયરી કરતા બસમાં બેસતી વખતે બસના કંડક્ટરે કહ્યુ કે કેમ વારંવાર ફોન કરાવો છો તેમ કહી હીનાબેન સાથે ગેરવર્તન કંડક્ટરે કર્યું હતું તેવું હીનાબેને જણાવ્યું છે
રિપોર્ટર મુકેશ ખખ્ખર