સુરત પાલિકાના દ્વારા કોટ વિસ્તારમાં પાણીની નવી લાઇન નાંખ્યા બાદ કેટલાક વિસ્તારમાં લાઈન સફાઈ માટે ફ્લશીંગ કરવામાં આવ્યું હતું. થોડા દિવસ બાદ ફરીથી આજે બાકી રહેલા ઘરની લાઈનનું ફ્લશીંગ આજે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આજે ખટોદરા ખાતે બનેલી નવી ટાંકીની શરૂઆત સાથે પણ ફ્લશીંગ કરાયું છે, પાણીની લાઈન તૂટી હોવાની વાતો વહેતી થઈ હતી.સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના જૂના અને નવા વિસ્તારમાં પાણીની સુવિધા માટે સતત કામગીરી કરી રહી છે. પાલિકા દ્વારા કોટ વિસ્તારમાં પાણીની સમસ્યાનો હલ કરવા માટે નવી લાઈન નાખી છે આ લાઈનમાં રહેલો કચરો દુર કરવા માટે પાલિકાએ થોડા સમય પહેલાં ફ્લશીંગ કર્યું હતું. પરંતુ હજી લાઈનમાં થોડી માટી હોવાથી આજે ફરી વાર બાકી રહી ગયેલી લાઈનમાં ફ્લશીંગ કરવામાં આવ્યું હતું.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા